Gunvant shah biography for kids
નવીન શું છે
સવિશેષ પરિચય: ગુણવંત શાહ
શાહ ગુણવંત ભૂષણલાલ (૧૨-૩-૧૯૩૭) : નિબંધકાર, ચરિત્રકાર, નવલકથાકાર. જન્મ રાંદેર (સુરત)માં. પ્રાથમિક શિક્ષણ રાંદેરમાં. માધ્યમિક શિક્ષણ જૈન હાઇસ્કૂલ સુરતમાં. ૧૯૫૭માં રસાયણ વિષય સાથે બી.એસ.સી. ૧૯૫૯માં મ. સ. યુનિવર્સિટીમાંથી બી.ઍડ. ત્યાંથી જ પછી એમ.ઍડ. અને પીએચ.ડી. ૧૯૬૦થી ૧૯૭૨ સુધી મ.
સ. યુનિવર્સિટીમાં રીડર. ૧૯૬૭-૬૮માં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક. ૧૯૭૨-૭૩માં ટેકનિકલ રિસર્ચ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ, મદ્રાસમાં શિક્ષણ વિભાગના અધ્યક્ષ. ૧૯૭૩-૭૪માં એસ. એ‘. ડી. ટી. યુનિવર્સિટી, મુંબઈમાં વિભાગીય અધ્યક્ષ. ૧૯૭૪થી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના અધ્યક્ષ. ‘નૂતન શિક્ષણ’ના તંત્રી.
‘કાર્ડિયોગ્રામ’ (૧૯૭૭), ‘રણ તો લીલાંછમ’ (૧૯૭૮), ‘વગડાને તરસ ટહુકાની’ (૧૯૭૯), ‘વિચારોના વૃંદાવનમાં’ (૧૯૮૧), ‘મનનાં મેઘધનુષ’ (૧૯૮૫) વગેરે એમના કવિતાના પાસવાળી અને કવેતાઈ પાસવાળી શૈલીના નિબંધોના સંગ્રહો છે.
‘વિસ્મયનું પરોઢ’ (૧૯૮૦) એમનું ગદ્યકાવ્યનું પુસ્તક છે. ‘રજકણ સૂરજ થવાને શમણે’ (૧૯૬૮) અને ‘મૉટેલ’ (૧૯૬૮) એમની નવલકથાઓ છે. ‘કોલંબસના હિંદુસ્તાનમાં’ (૧૯૬૬) એમનું પ્રવાસ પુસ્તક છે. ઉપરાંત એમણે ‘ગાંધી-નવી પેઢીની નજરે’ (૧૯૮૨), ‘મહામાનવ મહાવીર’ (૧૯૮૬) અને ‘કરુણામૂર્તિ બદ્ધ’ (૧૯૮૩) જેવા ચરિત્રગ્રંથો પણ આપ્યા છે.
‘શિક્ષણની વર્તમાન ફિલસૂફીઓ’ (૧૯૬૪), ‘સાવધાન, એકવીસમી સદી આવી રહી છે’ (૧૯૮૭), ‘કૃષ્ણનું જીવનસંગીત’ (૧૯૮૭) ઇત્યાદિ એમના પ્રકીર્ણ ગ્રંથો છે.
Steve wynn las vegas biography of donald-યાસીન દલાલ
શાહ ચુનીલાલ વર્ધમાન, ‘મેરુ’, ‘સાહિત્યપ્રિય’ (૨-૫-૧૮૮૭, ૧૨-૫-૧૯૬૬) : નવલકથાકાર, પત્રકાર, વિવેચક. જન્મસ્થળ વઢવાણ. ૧૯૦૩માં મૅટ્રિક. પહેલાં અમદાવાદમાં ‘રાજસ્થાન’ અને ‘જૈનોદય’ પત્રના સંપાદક. એ પછી ૧૯૧૯થી અમદાવાદના ‘પ્રજાબંધુ’ સાપ્તાહિકમાં સહતંત્રી. ત્યાંથી નિવૃત્ત થયા પછી થોડો સમય ‘અખંડઆનંદ’માં સંપાદક. ૧૯૩૭નો રણજિતરામ સુવર્ણચંદ્રક.
એમણે પચાસ જેટલી ઐતિહાસિક-સામાજિક નવલકથાઓ આપી છે; તે પૈકી ‘પ્રમોદા અથવા દિલેર દિલારામ’ (૧૯૦૭), ‘ધારાનગરીનો મુંજ’ (૧૯૧૧), ‘ચાણક્ય અને ચંદ્રગુપ્ત’, ‘નોકરીનો ઉમેદવાર’ (૧૯૧૪), ‘કર્તવ્ય કૌમુદી’ (૧૯૧૫), ‘પાટણની પડતીનો પ્રારંભ’ (૧૯૧૫), ‘ન્યાયના મૂળમાં નીતિ’ (૧૯૧૬), ‘મૂળરાજ સોલંકી’ (૧૯૨૦), ‘રૂપમતી’ (૧૯૪૧), ‘જીગર અને અમી’ (૧૯૪૪), ‘વિષચક્ર’ (૧૯૪૬), ‘કંટકછાયો પંથ’ (૧૯૬૩) વગેરે વિશેષ ઉલ્લેખનીય છે.
‘ચાંપરાજ હાંડો’ (૧૯૦૬), ‘દેવનર્તકી’ (૧૯૫૮) અને ‘સાક્ષર મહાશય’ (૧૯૬૪) જેવાં નાટકો; ‘રૂપાનો ઘંટ’ (૧૯૪૨) અને ‘વર્ષા અને બીજી વાતો’ (૧૯૫૪) જેવા ટૂંકીવાર્તાઓના સંગ્રહો; ચરિત્રસંગ્રહ ‘રત્નજીવનજ્યોત’ (૧૯૪૩) તથા ‘ધરતીને ખોળે’ (૧૯૪૪) અને ‘હૈયાનું ધામ’ (૧૯૬૩) જેવા બાળસાહિત્યગ્રંથો તેમ જ ૧૯૩૦-૩૧ના ગ્રંથસ્થ વાઙમયની સમીક્ષા વગેરે એમનું પ્રદાન છે.
આ ઉપરાંત ‘હૈયાની થાપણ’ (૧૯૫૬), ‘ભોળો ખેડૂત’ (૧૯૫૬) જેવાં અનુવાદપુસ્તકો પણ એમના નામે છે.
-બળવંત જાની
વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે.